રાજુલા એસ.ટી.બસ સ્ટેશનમાં એસ.ટી.કર્મચારીઓએ મુસાફરો માટે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું. રાજુલા એસ.ટી.ના કર્મચારી ભરતભાઈ વરૂ દ્વારા આવી કાળઝાળ ગરમીમાં મુસાફરોને રાહત મળે તે માટે ડેપો મેનેજરના માર્ગદર્શન નીચે ૧૦૦૦ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજુલા ડેપોમાં આવતી-જતી બસમાં એસ.ટી.કર્મચારીઓ દ્વારા સેવાકિય કાર્ય કરવામાં આવતા મુસાફરોએ એસ.ટી.કર્મચારીઓની કામગીરી વખાણી હતી.