ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાના હસ્તે આજે શુક્રવારે વિવિધ ગામોમાં આરોગ્ય ભવનનું ખાતમુહૂર્ત કરાશે. આ ગામોમાં કુબડા, ગોવિંદપુર, હરીપરા, ધારગણી અને મોરજરનો સમાવેશ થાય છે.
જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા, જિલ્લા પંચાયતનાં સભ્ય કમળાબેન ભુવા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, ધારી તાલુકા ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓને પધારવા નિમંત્રણ છે, તેવું મૃગેશભાઈ કોટડીયા-પ્રમુખ ધારી તાલુકા ભાજપ દ્વારા જણાવવામાં આવેલ છે.