વિજયને હવે પીવાની પ્રબળ ઇચ્છા થઇ હોય તેમ મને લાગ્યું. એટલે હું ઊભી થઇ, રસોડામાં જઇને તેણે કહ્યા મુજબની સામગ્રી એક ડીશમાં તૈયાર કરીને રાખી. પછી એ ડીશ ટીપાઇ પર મૂકી મેં કહ્યું:
“વિજય, તારી ખુશી તારા ચહેરા પર જોઇ મને અત્યારે ખૂબ જ આનંદ થાય છે. હું તને દારૂ પીવાની ના નહીં કહું, જો આ માદક પીણું પીવાથી તારા શરીરની અંદરનું જાસ, અંદરની તાકાત અને અંદરનું બળ આક્રમક રીતે ઊભરી આવશે તો, એવા એ જાસને, એવી એ તાકાતને, એવા એ બળને, હું મારા શરીરમાં ઝીલી લેવા માટે ખૂબ જ આતુર છું. તને જેટલી મજા આવશે તેનાથી ડબ્બલ મજા અને ડબ્બલ આનંદ મને થશે જ એમ હું દિલથી માનું છું. પરંતુ એ તો કહે… આ રમ પીવાથી આપણને થાય શું ?”
“આ અતિ પાતળું દેખાતું પ્રવાહી દેખાવે એટલું બધું મસ્ત સરબત જેવું લાગે છે પરંતુ તેની તાકાત અને તેનો નશો તો ખૂબ જ જબરો હોય છે. મન – મગજમાં ચાલતા ગૂંચવાયેલા તમામ વિચારોની સમૂળગી બાદબાકી કરી નાખતું આ કિંમતી પ્રવાહી છે. બધા જ પ્રકારની ચિંતા આ પ્રવાહી પીવાથી સાચે જ દૂર થઇ જાય છે. પછી આખું શરીર હળવું ફુલ જેવું થઇ જાય છે. કયારેક તો આપણે હવામાં તરતા હોઇએ કે પછી આકાશમાં ઉડતા હોઇએ તેવો અહેસાસ પણ થાય તો નવાઇ નહીં, આ પીવાથી એવી મજા આવે કે તેનું વર્ણન પૂરેપૂરૂ કરવું તો અશક્ય જ છે. જિંદગીમાં આ ગરમ અને તેજીલા રસનું રસપાન એકવાર તો અવશય કરવું જ જાઇએ એમ મારૂં માનવું છે. તું મારી પત્ની છે, એક અલ્લડ અને નવયુવાન રૂપાળી છોકરી કહું તો એમાં કંઇ ખોટું નથી. એટલે આજે મારી સાથે મને કંપની આપવા માટે, તારે આ પીણાનો એક પેગ તો પીવો જ પડશે..ઉ! હા, હું તને વધારે પીવાનો આગ્રહ નહીં કરૂં…. બસ ! જાજે… તને પણ મજા જ મજા આવશે. આ કિંમતી પ્રવાહી પેટમાં પડ્યા પછી આજની રાત આપણાં માટે ખરે જ સુહાગરાત બની રહેશે. ખૂબ જ રંગીન બની રહેશે… વિજયનું આવું સૂચન અત્યારે મને ખૂબ ગમ્યું ખરૂં પણ … સાથે સાથે હું થોડી ડરી પણ હતી. કારણ કે છોકરી થઇને હું દારૂ પીઉં તો એ કેવું લાગે ? છતાં પણ દામલ…, મેં વિજયને ત્યારે આવું પૂછયું હતું:
“વિજય, એક પેગ એટલે શું ?”
“એક પેગમાં લગભગ ચાલીસ – પચાસ એમ.એલ. માલ હોય છે.” વિજયે જરા સ્મિત કરતા કહ્યું.
“એ પીધા પછી મને કંઇ થશે તો ?”
“અરે… કંઇ નહીં થાય ગાંડી…, હું છું ને ?”
“પણ તેં તો પીધેલું જ હોય એટલે મારી સંભાળ…”
“તું ડર નહીં, તને કંઇ જ થશે નહીં, વધારેમાં વધારે તને થોડા થોડા ફેર ચડશે… ચક્કર આવશે. જા વધારે આવું થાય તો તારે પથારીમાં લાંબુ થઇ જવાનું, બરાબર…”
“સારૂં… બસ, હવે હું તને કંપની આપીશ, પણ એક પેગ પૂરતી જ…”
જ્યોતિ, તું કેટલી બધી સમજદાર છે મને હર હંમેશ સાથ આપનાર સાચા અર્થમાં તું મારી અર્ધાંગિની છે. ચાલ…, હવે હું એક – એક પેગ બનાવું.. તું અહી મારી પાસે જ બેસ..” વિજયે કહ્યું. થોડો થોડો ડર હોવા છતાં હું તેની પાસે જ બેસી રહી.
કાચના પ્યાલામાં કંઇક અનેરી અદાથી વિજયે બોટલનું ઢાંકણ કંઇ અનેરી અદાથી ફટાક કરતું ખોલી નાખ્યું. બોટલનું ઢાંકણ ખૂલતાંની સાથે આખા ખંડમાં એક અલગ જ પ્રકારની વિચિત્ર એવી તીવ્ર ગંધ ચોમેર પ્રસરી વળી. પછી બોટલમાંથી કાચના પ્યાલામાં પા ભાગ સુધી રમ નામનું પ્રવાહી ધીમે ધીમે ભરવામાં આવ્યું. ધીરજથી બન્ને પ્યાલા ભરાયા. ફ્રીજમાંથી કાઢેલી ચીલ્ડ સોડા એ પ્યાલામાં નાખવામાં આવી. આઇસ ટ્રેમાંથી બે – ત્રણ ટુકડા બરફના પણ પેલા પ્યાલામાં નાખવામાં આવ્યા. આમ હવે બન્ને પેગ બરાબર તૈયાર થઈ ગયા. પછી, ઉત્સાહિત થઇ જઇ વિજયે મારી સામે નજર કરી સ્મિત કરતા કહ્યું: “જા.., તારો અને મારો પેગ તૈયાર છે, હવે ચાલુ કરીશું…? ”
“તું કહે તેમ, પરંતુ મને કંઇ થશે તો નહીં ને ?” વળી મેં ચિંતા વ્યકત કરી.
“તું તો નાહકની ચિંતા કરે છે, વધારે પડતી ડરે છે.” આમ બોલી વિજયે મારૂં માથું તેના બન્ને હાથ વડે પકડી, તેના હોઠ ઝડપથી મારા હોઠ પર ચોંટાડી જ દીધા. પછી બુચકારા સાથે હોઠને દૂર કરતા બોલ્યો: “જા આમાં તને કંઇ થયું ? બસ, એ રીતે આમ જ આ પ્રવાહી પેટમાં ગયા પછી આવી જ મજા તને આવશે…”
ને પછી, વિજયે એક પ્યાલો તેના હાથમાં પકડયો, તેના ઇશારાથી મેં પણ મારો પ્યાલો હાથમાં લીધો. વળી વિજયના ઇશારાથી અમારા બંન્નેના પ્યાલા થોડા નજીક નજીક આવી સાવ ધીમેથી અથડાયાને પછી વિજયે
તો તેના પ્યાલામાંથી એક મોટી ઘૂંટ ભરી પણ લીધી. તેની આવી ક્રિયા જાઇ મેં પણ મારો પ્યાલો મારા હોઠે ધર્યો. ને પછી નાનકડી એવી ચાની ચુસ્કી ભરે તેમ મેં પણ ચુસ્કી ભરી. એ સાથે તો કડવો અને તીખો તમતમતો નાનો એવો ઘુંટડો મેં મારા ગળા નીચે ઝડપથી ઉતારી જ દીધો. મને કંઇક થયું… એક હળવું ડચકું મારા મોઢામાંથી બહાર નીકળી ગયું ને આંખમાંથી આંસુ પણ નીકળી પડયાં. (ક્રમશઃ)