કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ છત્તીસગઢ સરકારના ત્રણ ભૂતપૂર્વ અધિકારીઓ સામે ફરી કેસ નોંધ્યો છે. તત્કાલીન સંયુક્ત સચિવ અનિલ તુટેજા,આઇએએસ (નિવૃત્ત), તત્કાલીન મુખ્ય સચિવ ડા. આલોક શુક્લા,આઇએએસ (નિવૃત્ત), તત્કાલીન એડવોકેટ જનરલ સતીશ ચંદ્ર વર્મા સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ ત્રણ અધિકારીઓ સામે પહેલાથી જ કેસ નોંધાયેલો છે. હવે સીબીઆઈએ તપાસ પોતાના હાથમાં લીધી છે અને ફરીથી કેસ નોંધ્યો છે.

નાગરિક પૂર્તિ નિગમ અને ઈડી કેસોની ચાલી રહેલી કાર્યવાહીને પ્રભાવિત કરવાના આરોપસર, સીબીઆઇએ કેસ ફરીથી નોંધ્યો અને છત્તીસગઢ સરકારના ભૂતપૂર્વ મુખ્ય સચિવ, તત્કાલીન સંયુક્ત સચિવ અને તત્કાલીન એડવોકેટ જનરલ સહિત ત્રણ આરોપીઓ સામે શોધખોળ હાથ ધરી.

આ અધિકારીઓ વિરુદ્ધ છત્તીસગઢ સરકારના રાયપુર સ્થિત પીએસ સ્ટેટ ઇકોનોમિક ઓફેન્સીસ ઇન્વેસ્ટીગેશન બ્યુરોમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સીબીઆઈએ એપીઇઆર નંબર ૪૯/૨૦૨૪ ની તપાસ પોતાના હાથમાં લઈને કેસ નોંધ્યો છે. છત્તીસગઢ સરકારની સૂચના પછી ભારત સરકાર દ્વારા જારી કરાયેલા સૂચના મુજબ, સીબીઆઈએ રાયપુરમાં બે સ્થળોએ આ કેસમાં આરોપી બે જાહેર સેવકોના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને કેટલાક ગુનાહિત દસ્તાવેજા જપ્ત કર્યા હતા.

એવો આરોપ છે કે ત્રણેય અધિકારીઓએ તેમના પદનો દુરુપયોગ કરીને આર્થિક ગુના તપાસ બ્યુરો, રાયપુરમાં તેમની સામે નોંધાયેલી એફઆઇઆર નંબર ૯/૨૦૧૫ અને દ્ગછદ્ગ કેસના આધારે નોંધાયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં ચાલી રહેલી કાર્યવાહીને પ્રભાવિત કરી હતી. આવકવેરા વિભાગ દ્વારા જપ્ત કરાયેલા ડિજિટલ પુરાવા મુજબ, આરોપી જાહેર સેવકોએ દ્ગછદ્ગ કેસોમાં કાર્યવાહીને નિષ્ફળ બનાવવાના અનેક પ્રયાસો કર્યા હતા.

વધુમાં, આરોપી જાહેર સેવકોએ છત્તીસગઢના તત્કાલીન એડવોકેટ જનરલ, આરોપી સતીશ ચંદ્ર વર્માને જાહેર ફરજ અયોગ્ય રીતે નિભાવવા અને ઈડી અને ઇઓડબ્લ્યુ,એસીબી છત્તીસગઢ દ્વારા તપાસ હેઠળના ઉપરોક્ત કેસોમાં પોતાના માટે આગોતરા જામીન મેળવવા માટે કથિત રીતે અનુચિત લાભ આપ્યો હતો. એવો આરોપ છે કે આગોતરા જામીન મેળવવા માટે, આરોપી જાહેર સેવકોએ એનએએન કેસમાં રાજ્ય આર્થિક ગુના તપાસ બ્યુરોમાં પોસ્ટ કરાયેલા વરિષ્ઠ અધિકારીઓના પ્રક્રિયાગત અને વિભાગીય કાર્ય સંબંધિત દસ્તાવેજા અને માનનીય હાઇકોર્ટમાં દાખલ કરવાના જવાબમાં પણ છેડછાડ કરી હતી.