તાલાલા તાલુકાના પીપળવા ગામેથી વિકસિત ભારત-૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે જનજાગૃતિ અભિયાનનો આરંભ થયો હતો. આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમા અને સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ભગવાનભાઈ બારડના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ આ અભિયાન તાલુકાના અનેક ગામોને આવરી લેશે. જેમાં સ્વચ્છતા, વૃક્ષારોપણ, જળ સંચય, વ્યસન મુક્તિ, બેટી બચાવો-બેટી પઢાઓ, પ્રાકૃતિક ખેતી અને પર્યાવરણની જાળવણી જેવા મહત્વના વિષયો પર લોકોને માહિતી અને જાગૃતિ ફેલાવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર સહિત અનેક પદાધિકારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.