લીલીયા મોટામાં ગટરના અતિ ગંભીર મુદ્દે સરપંચ જીવનભાઈ વોરાએ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવેલ છે કે, લીલીયા મોટા ગામે ગટર લાઈનનું કામ વીસી પ્રોજેક્ટવાળાને આપવામાં આવેલ છે. જેમાં નાવલી તથા મેઈન બજારમાં ગટર લાઈનનું કામ કરવામાં આવેલ નથી. આગામી સમયમાં ચોમાસુ શરૂ થઈ જાય તેમ હોવાથી નાવલી વિસ્તાર તથા મેઈન બજારમાં ગટર બ્લોક થવાના પ્રશ્નો ઉપસ્થિત થાય તેમ છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના થયેલ હોય તેમ છતાં પણ પરિણામ શૂન્ય આવેલ છે.