બાબરાના નાની કુંડળ ગામે મહિલાએ મહિલાને જમીન આપવી છે કે નહીં કહી ધમકી આપી હતી. બનાવ અંગે મીરલબેન કુલદીપભાઈ બીલખીયા (ઉ.વ.૨૫)એ રાજકોટમાં રહેતા પાયલબેન ખીમજીભાઈ ડાકી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, નાની કુંડળ ગામે તેમના સસરાના નામની ખેતીની જમીનમાં તેઓ ખેતીકામ કરતા હતા. બપોરના આશરે ચાર સાડા ચાર વાગ્યાની આસપાસ આ જમીનના શેઢે આરોપીએ આવી તેમને જમીન આપવાની છે કે નહી તેમ કહી તેમને અને તેમના પરિવારના સભ્યોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.