સાવરકુંડલા શહેરના અમરેલી રોડ પર આવેલ ગેઈટ પાસે પડતર જગ્યામાં સાવરકુંડલા-અમરેલી હાઈવે રોડ પર બે નર સિંહો બેઠા હતા. જેના પર લોકોની નજર પડતા એક કલાક જેટલાં સમય સુધી સિંહોને નિહાળ્યા હતા. હાઇવે પરથી પસાર થતાં વાહનો અને રાહદારીઓએ પણ પોતાના વાહનો ઉભા રાખીને ધોળા દિવસે સાવરકુંડલા શહેરમાં જ આ સિંહોને નિહાળ્યા હતા.