ધારી પી.જી.વી.સી.એલ. કચેરી-૧ છેલ્લાં આઠ વર્ષથી તેમજ ધારી પી.જી.વી.સી.એલ. કચેરી-૨ એ છેલ્લા ચાર વર્ષથી ઝીરો એરયર્સનો ટાર્ગેટ પૂર્ણ કરેલ હોય જેથી કર્મચારીઓનો ઉત્સાહ વધારવા તેમને સન્માનિત કરવા માટે કોર્પોરેટ કચેરીમાંથી જી.એમ. ફાઇનાન્સ મલકાણ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું આયોજન અર્જુન રિસોર્ટ ખાતે કરવામાં આવ્યુ હતું અને કર્મચારીઓને સન્માનિત કરી વધુ સારી કામગીરી કરવા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલું હતું. આ તકે વર્તુળ કચેરીમાંથી પરીખ તેમજ તમામ સેકશનોના સેકશન હેડ ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર કાર્યક્રમ નાયબ ઇજનેર સાંગાણી તેમજ વાળાની આગેવાનીમાં કરવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા વનરાજભાઇ મકવાણા, ડી.જે. પરમાર તેમજ બંને કચેરીના તમામ સ્ટાફે ખુબ જ સારી જહેમત ઉઠાવેલ અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.