સાવરકુંડલામાં એક પિતા તેના પુત્રનું મોટરસાયકલ લઈ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દવા ખરીદવા આવ્યા હતા. આ સમયે પાર્કિંગમાં પાર્ક કરેલ તેમના મોટરસાયકલની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે હસમુખભાઈ હરગોવિંદભાઈ જેઠવા (ઉ.વ.૬૧)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના પુત્રનું મોટરસાયકલ લઈને લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં દવા લેવા આવ્યા હતા. મેઇન ગેટની ડાબી બાજુના પાર્કિંગમાં મૂકેલ તેમના રૂ.૨૫,૦૦૦ની કિંમતના મોટરસાયકલની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે.