મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં વારેવારે ઘટાડો આવતો હોય ૨૨ એપ્રિલના રોજ સવારે ૧૦ વાગ્યે મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખોડીયાર મંદિરના પટાંગણમાં ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહુવા, રાજુલા, ખાંભા, જાફરાબાદ, સાવરકુંડલા, જેસર, અમરેલી, ભાવનગર અને રાજકોટ વિગેરે જિલ્લાના ખેડૂત અગ્રણીઓને ઉપસ્થિત રહેવા માટે ખેડૂત કલ્યાણ સંગઠને અપીલ કરી હતી. મહુવા યાર્ડમાં વારેવારે સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો આવતા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.