ખાંભાના ભાવરડી ગામના બસ સ્ટેશન પાસે ડ્રાયવર કેબિનમાં સરખા બેસવાનું કહેતા તેને તું હવે બસ અહીંથી વાળી લે નહીંતર તારી બસને સળગાવી દઈશું તેમ કહીને ધમકી આપી હતી. બનાવ સંદર્ભે અલીભાઇ રજાકભાઇ અગવાનએ કનુદાદા રહે. ભાવરડી વાળા તથા તેની સાથેના ત્રણેય અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ પહેલા તેઓ તથા સાહેદ ભરતભાઇ નાનાભાઇ વાળા અંજલીપુત્ર ટ્રાવેલ્સ (ય્ત્ન-૦૩-મ્ફ-૯૧૮૬) લઇને સુરતથી શાણા વાક્યા ફેરો ભરીને નીકળ્યા હતા. સુરતથી કનુદાદા તેમની બસમાં કેબિનમા બેઠા હતા અને તેમણે તેમને સરખા બેસવા સમજાવતા આ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેથી તેમણે તે સમયે જતું કર્યુ હતું. સુરતથી ભાવરડી ગામે પહોંચતા કનુદાદાએ ત્રણ અજાણ્યા માણસો બોલાવી લીધા હતા. બધાએ તેમને તથા સાહેદને ગાળો આપી મુંઢ માર માર્યો હતો. તેમની બસની સાઇડના બન્ને બારીના કાચ તથા એક દરવાજાનો કાચ તોડી નાંખ્યો હતો. આરોપીઓએ તેમને તું હવે બસ અહીંથી વાળી લે નહિતર તારી બસને સળગાવી દઇશું અને તને જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી હતી. જેથી તેઓ તથા સાહેદ તેની બસ લઇ ભાવરડીથી ખાંભા તરફ લઈ આવતા રહ્યા હતા.