અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ સંદર્ભે યુવા સંમેલન જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. શહેરની શાંતાબા મેડિકલ કોલેજના હોલ ખાતે મળેલ આ સંમેલન પ્રદેશ ભાજપ તરફથી ગોવિંદભાઈ પટેલ (પૂર્વ મંત્રી) વંદનાબેન મકવાણા (પ્રભારી અમદાવાદ જિલ્લા ભાજપ)ની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ. આ યુવા સંમેલનમાં ડો. બાબાસાહેબના જીવનના વિવિધ સ્તરે કોંગ્રેસ દ્વારા કરાયેલ અપમાન અને ડો. બાબાસાહેબ આંબેડકરને ભાજપ દ્વારા આપવામાં આવેલ સન્માનની તુલનાત્મક ચર્ચાઓ થઇ હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા, ભુપેન્દ્રભાઈ બસીયા, મનોજભાઈ મહીડા, મયુરભાઈ માંજરીયા, મહેન્દ્રભાઈ બગડા સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ યુવા ભાજપના કાર્યકર્તાઓ સહિત સંગઠનના પદાધિકારીઓ રહીયા ઉપસ્થિત રહેલ.