તા. ૧૮ એપ્રિલ ના રોજ LLPPL-૨ લાઠી લીલીયા પાટીદાર પ્રીમિયર લીગનું પ્લેયર ઓક્શન કાફે કોસ્ટાઝ, મોટા વરાછા, સુરત ખાતે યોજાયું હતું. જેમાં ઓક્શન પાર્ટનર તરીકે કાફે કોસ્ટાઝ ના ઓનર કેયુર દુધાત એ ઓક્શન સ્થળની જવાબદારી અને સુવિધાઓ આપેલ હતી. ઓક્શનમાં પ્રતાપભાઇ દુધાત, ધારાસભ્ય જનકભાઈ તળાવીયા અને સમાજ અગ્રણી ધાર્મિકભાઈ માલવિયા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા. સમગ્ર આયોજનના આયોજકો હિરેન ભંડેરી, સમ્રાટ ધામત, શૈલેષ રાદડીયા, નિલેશ હોથી, દર્શન ગઢીયા, રોનક હીરપરા, સંસ્કાર સોજીત્રા, મોન્ટુ પટેલ, મિલન ગઢીયા, અશ્વિન બુધેલીયા, કેનિલ દુધાત, અંકિત શિંગાળા, દિવ્યેશ ધોરાજીયા, હર્ષિલ પાનશેરિયા, ભાવિન રાદડીયા, રાજ કાકડિયાને તમામ મહેમાનોએ આ તકે શુભેચ્છાઓ પાઠવી હતી.