ભારતીય જનતા પાર્ટીએ કુંકાવાવ તાલુકાનાં બરવાળા બાવીશી ગામના સરપંચ અરવિંદભાઈ ડોબરીયાની કુંકાવાવ તાલુકા ભાજપ ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરી છે. તેમની નિમણૂંકને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનોએ આવકારી છે. ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોંપવા બદલ અરવિંદભાઈ ડોબરીયાએ નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.