આનંદ મંગલ ઉત્સવ સેવા સમિતિ દ્વારા લીલીયામાં આજે જગદગુરુ વલ્લભાચાર્યજી (મહાપ્રભુજી)નો ૫૪૮મો પ્રાગટ્ય દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. લીલીયા મોટાના આંગણે આયોજિત આ ઉત્સવમાં સવારે ૧૦ઃ૦૦ કલાકે નંદ મહોત્સવ, બપોરે ૩ઃ૦૦ કલાકે મહાપ્રભુજીની વર્ણાગી અને સાંજે ૬ઃ૦૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેશે.