રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સને ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(ઈ) તથા ૧૩(૨) મુજબનો ગુન્હો રાણીપ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતો. આ કેસમાં તપાસ દરમ્યાન વિજય માલી એ છેલ્લા ૨૦ વર્ષમાં સ્થાવર અને જંગમ મિલકત ખરીદ કરેલાનું ફલિત થયુ. જેમાં અમદાવાદના સુભાષબ્રિજ ખાતે એક ફ્લેટ, પત્ની શીતલબેનના નામે રોકડેથી વર્ષ- ૨૦૦૮માં ગોધરા ખાતે ખરીદેલ ખાનગી પ્લોટ ખરીદ્યો હતો. પોતાના નામે ૨૦૧૩માં હોન્ડા મેસ્ટ્રો કાર તથા સને ૨૦૧૬માં હોન્ડા ડ્રીમ યુગા, સને ૨૦૨૧માં એકટીવા તથા સને ૨૦૧૯માં હુન્ડાઇ ૈ૨૦ કાર ખરીદ કરેલ. એટલુ જ નહીં પત્નીના નામે મહારાષ્ટ્રમાં વર્ષ-૨૦૧૭માં ત્રણ વીઘા ખેતીની જમીન રોકડેથી ખરીદેલ, બાદમાં પોતાના તથા પત્ની શીતલબેનના સંયુક્ત નામે મહારાષ્ટ્ર રાજ્યના ધુલે, વાલવાડી ખાતે ૧૮૦ ચોરસ મીટરવાળું રહેણાંક મકાન સને ૨૦૨૪માં ખરીદેલુ. જ્યારે વિજય માલી એ પોતાના તથા પોતાની પત્નીના નામે સંયુક્ત રીતે બેન્કમાં તથા પોષ્ટ ઓફીસમાં ફીક્સ ડીપોઝીટ પેટે રૂપિયા ૨૬ લાખનું રોકાણ કરી તેઓની અપ્રમાણસર મિલકત અને રોકાણ ખર્ચ રૂપિયા ૧.૩ કરોડનો આવેલ છે, જે પૈકી રૂપિયા ૩૧.૬ લાખની મિલકત/રોકાણ વધારે એટલે કે ૨૩.૫૫ ટકા વધારે જણાયેલ આવેલું. જે અંગે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમ ૧૩, ૧૩(૧), ૧૩(૧) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં આ કેસની તપાસ એસીપી એલ ડિવિઝન દિગ્વીજયસિંહ રાણા ને સોંપવામાં આવતા વિજય માલિના અમદાવાદ સ્થિત મકાન અને ખંભાળિયા ખાતે નોકરીના સ્થળે તપાસ કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આરોપી પોલીસકર્મી અગાઉ અમદાવાદના અનેક પોલીસ સ્ટેશનોમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂકેલા. વિજય માલીને તોડ કરવાના મામલે કે કંપનીમાં ફરજ પર મૂક્યા બાદ બનાવની વિગત સામે આવતા રાજ્ય પોલીસ વડાએ વીજય માલીને જિલ્લા બહાર દ્વારકા ખાતે જામખંભાળિયા બદલી કરાઈ હતી.