રાજકોટ શહેરમાં શારદા હોસ્પિટલમાં ૩ દિવસથી બાળકીને તાવ આવતાં હોસ્પિટલ ખસેડાઈ હતી. બીમાર હોવાથી ૧૧ માસની દીકરીને રાજકોટ શહેરની શારદા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જાકે, સારવાર દરમિયાન બાળકીનું મોત થતાં પરિવારે ડોક્ટર સામે બેદરકારીના આરોપ મૂક્યા છે. ૧૧ મહિનાની બાળકીના મોતથી હોસ્પિટલ વિવાદમાં આવી છે. ડોક્ટર પાસે કોઈ સગવડ ન હોવાના પિતા જનકસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.
ગત વર્ષે રાજકોટની જનાના હોસ્પિટલમાં તબીબની બેદરકારીથી ૩ મહિનાનાં બાળકનું મોત થયાનું પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા. માહિતી મુજબ, ૩ મહિનાનાં ઈમરાન કાથરોટિયાં નામનું બાળક બિમાર થતાં ગોંડલથી રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જાકે, બાળકની માતાએ આક્ષેપ કર્યો છે કે તેનું બાળક બિમાર હતું, તેને સારવાર અર્થે હોસ્પિટલ લાવ્યા હતા. પરંતુ તબીબે આંચકીનું કહી મશીનમાં સારવાર માટે રાખ્યો હતો.
પરિણામે સારવાર દરમિયાન મશીન ગરમ થવાથી બાળકનો પગ દાઝી ગયો હતો. તેમજ બાળકનું મૃત્યુ થવાથી પોતાના વહાલસોયા દીકરાને ગુમાવતા માતાપિતાએ જનાના હોસ્પિટલના તબીબ વિરૂદ્ધ તબીબોની બેદરકારીને કારણે મોત થયાના આક્ષેપો કર્યા હતા.
રાજકોટમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક બાળકનું મોત નિપજતાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી. બનાવની વિગત મુજબ પાંચ મહિનાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા એક મહિનાથી બાળકની સારવાર ચાલી રહી હતી. દરમિયાન ડોક્ટરે બાળકને ઈંજેક્શન આપતા બાળકનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ બાળકને નાસ લેવાનું ઈંજેક્શન આપવામાં આવ્યું હતું. જાકે બાળકની માતાએ ઈંજેક્શન ન આપવા કહ્યું હતું. તબીબે ઈંજેકશન આપતા બાળકની તબિયત લથડી હતી. બાદમાં બાળકનું મોત નિપજ્યું હતું. બીજી તરફ મૃત બાળકના પિતાએ ન‹સગ સ્ટાફ પર બેદરકારી દાખવવાનો આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી.