અમરેલીના લાપાળિયા ગામે તા.૧૩/૦૧/રરના પૂજારી હરિરામબાપુના મંડપ વખતે યોજાયેલી સંતસભામાં મોરારીબાપુએ તેમના દીકરા ધર્મેશબાપુને મંદિર વિશે પૂછ્યું હતું કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે ? ૮૦ વર્ષ સુધી આ મંદિરની સેવા કરનારા હરિરામબાપુને વિશેષ રીતે યાદ કરીએ અને આ મંદિરના નવનિર્માણ માટે ચિત્રકૂટ તલગાજરડા ધામ તરફથી તુસલીપત્ર હું આપું તેમ કહીને રૂ. સવા લાખના સૌ પ્રથમ દાનની જાહેરાત કરી હતી. આ પછી દોઢ કરોડના ખર્ચે ભવ્ય રામજી મંદિરનું નવનિર્માણ થયું છે. આગામી તા. ર૯થી ૧ સુધી મંદિરના ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.