વડીયાના સનાળા ગામના પ્રૌઢને ખોટી ઓળખ આપી અજાણ્યા ઈસમે વિશ્વાસ જીત્યો હતો. તેણે માતાને કમરનો ગોળો ફાટી ગયો છે, જેથી દવાખાને સારવાર અર્થે રૂપિયાની જરૂર છે તેમ કહી ૧,૫૫,૦૦૦ રૂપિયા લીધા હતા. બનાવ અંગે સનાળા ગામના બાઘાભાઈ જેરામભાઈ સાકરીયા (ઉ.વ.૭૦)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા ઈસમે તે હરસુખભાઇ વલ્લભભાઇ ડોબરીયા રહે.વીંજીવડ વાળાનો દીકરો છે તેવું જણાવી તેમને તથા સાહેદને પોતાની માતાને કમરનો ગોળો ફાટી ગયો છે જેથી દવાખાને સારવાર અર્થે રૂપિયાની જરૂર છે તેવી વાત કરી વિશ્વાસમાં લીધા હતા. ઉપરાંત સાહેદ પાસેથી રોકડ રૂ.૧,૫૫,૦૦૦ સારવારના નામે મેળવી લઇ ઠગાઇ કરી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.