રાજુલાના ભેરાઈ રોડ પર લકઝરી બસની ટક્કરથી એક યુવકનું કરૂણ મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જીને બસનો ચાલક ફરાર થઈ ગયો હતો.બનાવ અંગે નનુભાઈ રામભાઈ સોલંકી (ઉ.વ.૨૦)એ લક્ઝરી બસના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સાંજના આશરે સાડા સાતેક વાગ્યાથી સાડા આઠેક વાગ્યાની આસપાસ તેમના મોટા બાપુજીનો દીકરો/ મરણજનાર અર્જુનભાઇ હરજીભાઇ સોલંકી (ઉ.વ.૨૦) જુલા ગામમાંથી ચાલીને પોતાના ઘરે જતો હતો. ભેરાઇ રોડ ઉપર આવેલા ભવાની ફર્નિચરની આગળ ત્રિદેવ મકાનની સામે જાહેર રોડની બાજુમાં પહોચતા આરોપીએ પોતાના હવાલાની સફેદ કલરની શ્રી જલારામ બસ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી મરણજનાર સાથે ભટકાવી હતી.જેમાં ગંભીર ઈજા થતાં મોત થયું હતું. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ. એફ. ચૌહાણ વધુ તપાસ કરી રહ્યા છે.