ચીનમાં ફેલાયેલા નવા વાયરસ એચ.એમ.પી.વી. સામે લડવા માટે અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બાળકો અને વૃદ્ધને નિશાન બનાવતા આ રોગને રોકવા શાંતાબા જનરલ હોસ્પિટલમાં ૩૦ બેડનો અલાયદો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
આ વોર્ડમાં પીડિયાટ્રીશીયન અને મેડિકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત રહેશે. જરૂર પડયે વધારે બેડ સાથે અલાયદો વોર્ડ તૈયાર કરવાની પણ શાંતાબા જનરલ હોસ્પિટલનાં મેનેજમેન્ટ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.