અમરેલીમાં તા.ર૪ ડિસેમ્બર, ર૦ર૪ને મંગળવારના રોજ ભારત સરકારના ‘‘સહકાર થી
સમૃદ્ધી’’ના ઉદેશ્યને સાકાર કરવા સમગ્ર દેશમાં નવરચિત ૧૦ હજાર M-PACS, DAIRY અને FISHERY કો-ઓપરેટીવ સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું ઓનલાઈન પ્રસારણ અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી, નવા ડેરી પ્લાન્ટ, હની ટ્રેનીંગ સેન્ટર, ધારી રોડ, વાંકિયા, અમરેલી જિલ્લા ખાતે તા.રપ ડિસેમ્બરને બુધવારના રોજ બપોરે ૧રઃ૩૦ કલાકે થશે. આ તકે કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ, પદાઅધિકારીઓ, મહાનુભાવો, આગેવાનો ઉપસ્થીત રહેશે. આથી આ કાર્યક્રમમાં સહકારી ક્ષેત્રની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તમામ પ્રતિનિધિઓને હાજરી આપવા અમરેલી જિલ્લા સહકારી મંડળી જિલ્લા રજીસ્ટ્રારે જણાવ્યુ છે.